HomeAbout UsContact UsUpcoming EventsNewsletterGetting InvolvedOur ProjectsNew Page Title


 

 

પુષ્ટિ ભક્તોનો એક જ આનંદ છે:

‘મયૂર મુકુટ ધારણ કરેલા સુંદર શ્રી બાલકૃષ્ણની સેવા અને દર્શન એ જ પરમ ફળ છે.' આમ સ્વરૂપમાં અને તેના રૂપમાં જ પુષ્ટિ ભક્તો માટે ચાર પ્રકારની મુક્તિ મળી જાય છે.[1]  તો આ ચાર મુક્તિ પુષ્ટિ ભક્તોને કેવી રીતે પ્રાપ્ત થાય?

  • સારૂપ્ય = સુંદર કેશોની અલકાવલી જેના મુખ ઉપર બિરાજી રહી છે એવાં પ્રભુના દર્શન એ જ પુષ્ટિ ભક્તોની ‘સારૂપ્ય' મુક્તિ છે.
  • સાલોક્ય = સુંદર મકરાકૃત કુંડળોથી શોભિત, જેના ગંડસ્થળો વિષે રસ અને અધરામૃતમાં સુધા બિરાજી રહી છે. એવાં મનોહર દર્શન એ પુષ્ટિ ભક્તોની ‘સાલોક્ય'.
  • સાનિધ્ય = ભુવન મોહન હાસ્ય સહિત વિલોક્તા એવા પ્રભુના દર્શન એ છે ‘સાનિધ્ય' મુક્તિ.
  • સાયુજ્ય = ભગવાનની સેવામાં દેહાનુસંધન ભૂલાઈ જાય એ ‘સાયુજ્ય' મુક્તિ છે.


[1] જુઓ શ્રીમદ્દ ભાગવત (૧૦-૨૬-૩૯)

Enter supporting content here